રંગ-પદ્ધતિઓ (Colour Schemes)

 

રંગ-પદ્ધતિઓ 

(Colour Schemes)


(1) સજાતીય રંગ-પદ્ધતિ (Complementary
 colours):રંગચક્રમાં પાસપાસે આવતા રંગો સજાતીય રંગો કહેવાય છે.

રંગચક્રમાં કોઈપણ મૂળ રંગ ઉપર આંગળી મૂકતા તેની આજુબાજુના બે રંગો તે રંગના સજાતીય રંગ કહેવાય છે.

રંગચક્રમાં દર્શાવ્યા પ્રમાણે લાલ રંગના સજાતીય રંગો કેસરી અને જાંબલી છે. પીળા રંગના સજાતીય રંગો કેસરી અને લીલો છે. વાદળી રંગના સજાતીય રંગો જાંબલી અને લીલો છે.

આ રંગ-પદ્ધતિમાં તેજસ્વી અને શાંત એમ બંને પ્રકારના રંગોનો સુમેળ થાય છે. ચિત્રકૃતિમાં શાંતભાવ અને માધુર્ય લાવવામાં આ પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. ઑફિસની દીવાલો, પહેરવેશ તથા સજાવટમાં આ પદ્ધતિનો ઉપયોગ થતાં મનોગમ્ય માધુર્ય સર્જાય છે.

टिप्पणियाँ

एक टिप्पणी भेजें